સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ અંગેના મતદાનથી ભારત દૂર રહ્યું છે ત્યારે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ફરી એક વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને સુરક્ષા પરિષદમાં રાજકીય સમર્થન આપવા તેમજ રશિયાના હુમલાઓ રોકવા માટે તેમની મદદ માગી હતી. ઝેલેન્સ્કીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, તેમણે વડાપ્રધાન મોદીને રશિયાના હુમલા અંગે માહિતી આપી અને કહ્યું કે ૧,૦૦,૦૦૦થી વધુ હુમલાખોરોએ તેમની જમીન પર આક્રમણ કર્યું છે.