ભરૂચ એસઓજીની ટીમે સુરત પાર્સિંગની એક ફોર્ચ્યુનર કારમાંથી 1 કરોડથી વધુની જુની રદ કરાયેલા ચલણી નોટો જપ્ત કરી છે. જેમાં 1000ની 4532 તેમજ રૂપિયા 500ની 11322 નોટ સાથે 4 શખ્સોની ધરપડક કરી હતી. આ મામલે પોલીસે આ રદ કરાયેલ નોટો ક્યાંથી લાવ્યાં અને ક્યાં લઈ જવાના હતાં તે વિશે જાણવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીઓ સુરતમાં જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ એસઓજી ટીમના એએસઆઇ રમેશચંદ્ર, કેશવભાઇ, હેકો ભગવાન, રાજેન્દ્ર, સુરેશ, પોકો શૈલેષ, સુરેશ તથા ગજેન્દ્ર શિતલ સર્કલ પાસે વાહન ચેકિંગમાં હતાં. તે સમયે મધ્યરાત્રીના સમયે ગોલ્ડન બ્રીજ તરફથી આવી રહેલી એક સફેદ કલરની ફોર્ચ્યુનર કારને અટકાવી શંકાના આધારે તલાશી લેતાં તેમાંથી એક કાળા કલરથી ટ્રાવેલીંગ બેગમાંથી સરકાર દ્વારા રદ કરાયેલી રૂપિયા 1000 તેમજ 500ની ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો.