ગુજરાતમાં એક જ મહિનામાં 1.78 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર નોંધાઇ છે. એક જ મહિનામાં દેશના જે રાજ્યમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર નોંધાઇ હોય તેમાં ગુજરાત સાતમાં સ્થાને છે. જુલાઇ મહિનામાં અમદાવાદમાંથી 1.67 લાખ જ્યારે 11,344 આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર હતી. સાત મહિનાના આ સમયગાળામાં દિલ્હીમાંથી સૌથી વધુ 17.19 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરો નોંધાયા છે.