દેશમાં કોરોનાનો પહેલો કેસ મળી આવ્યાની ઘટનાને એક વર્ષ પુરૃં થયું છે. કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ એક વર્ષમાં દેશમાં કોરોના વાઈરસથી ૧.૦૭ કરોડથી વધુ એટલે કે ૧,૦૭,૩૩,૧૩૧ લોકો સંક્રમિત થયા છે જ્યારે હોસ્પિટલમાં સારવાર પછી ૧.૦૪ કરોડથી વધુ ૧,૦૪,૦૯,૧૬૦ લોકો સાજા થયા છે અને ૧૩ દિવસનાં ટૂંકાગાળામાં જ ૩૫ લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આમ વેક્સિનેશનનાં મામલે તે વિશ્વમાં સૌથી મોટી સંખ્યામાં લોકોને ઝડપથી રસી આપનાર દેશ બન્યો છે. અમેરિકામાં આટલી સંખ્યામાં લોકોનેે રસી આપવા ૧૮ દિવસ લાગ્યા હતા જ્યારે ઈઝરાયેલમાં ૩૩ અને યુકેમાં ૩૬ દિવસ લાગ્યા હતા. ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં વેક્સિનેશનનો કાર્યક્રમ મોડો શરૂ કરાયો હતો આમ છતાં મોટી સંખ્યામાં લોકોને આવરી લેવાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૫,૭૦,૦૦૦ લોકોને રસી આપવામાં આવી હતી. ૩૫ લાખમાંથી યુપીમાં સૌથી વધુ ૪,૬૩,૭૯૩ લોકોને, રાજસ્થાનમાં ૩,૨૪,૯૭૩ને રાજસ્થાનમાં ૩,૦૭,૮૯૧ને અને મહારાષ્ટ્રમાં ૨,૬૧,૩૧૦ લોકોને વેક્સિન અપાઈ છે.