દેશમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરેલા સ્ટાર્ટઅપ મિશનમાં અત્યાર સુધી 1.54 લાખ એકમોને સહાય કરવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં 12,700 જેટલા એકમોને સહાય ચૂકવવામાં આવી છે. DPIIT (ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ) દ્વારા આ એકમોને માન્યતા અપાઈ છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 33 ગણા વધારા સાથે કુલ સંખ્યા 4,200 થી વધીને 1,54,791 જેટલી થઈ છે, જ્યારે 118 યુનિકોર્ન બનાવવામાં આવ્યા છે. સ્ટાર્ટઅપ માટેનું ભંડોળ 450 બિલિયન ડોલરખી વધુનું થયું છે