દુનિયામાં ઓમિક્રોન વેરિઅન્ટના ભય વચ્ચે કોરોના મહામારીએ ફરી એક વખત માથું ઊંચક્યું છે. એકબાજુ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે બીજીબાજુ અગાઉ દુનિયામાં કેર વર્તાવનારા ડેલ્ટા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. આ પરિસ્થિતિઓ વચ્ચે બ્રિટનમાં ૨૪ કલાકમાં કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ 93,૦૦૦થી વધુ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બીજીબાજુ અમેરિકામાં પણ એક જ દિવસમાં કોરોનાના નવા ૧.૫૦ લાખ કેસ નોંધાયા છે. અમેરિકામાં કોરોનાની સ્થિતિ એટલી ભયાનક છે કે મિનેસોટામાં માત્ર ૩૫ દિવસમાં ૧,૦૦૦થી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના ૭.૩૧ લાખથી વધુ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૭,૦૦૦નાં મોત નીપજ્યાં હતા.