ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ 1.24 લાખ અરજીઓ આવી. રાજ્ય સરકારે RTE હેઠળ 60 હજાર એડમિશન આપવાનું નક્કી કરેલું, પણ અધધ આવેલી અરજીઓ પરથી લાગે છે કે સરકારે કાં ક્વોટા વધારવો પડશે, કાં 50 ટકા વાલીઓને નારાજ કરવા પડશે. RTE હેઠળ અ’’વાદમાં 35 હજાર અને રાજકોટમાં 20 હજાર જેટલી અરજીઓ આવી છે, જ્યારે બીજા સેન્ટર્સમાં પ્રમાણમાં ઓછી અરજી આવી.