દેશમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચેના કોરોનાકાળના ત્રણ વર્ષમાં અંદાજે ૧.૧૨ લાખ દૈનિક મજૂરોએ આત્મહત્યા કરી હોવાનું કેન્દ્ર સરકારે સંસદમાં બજેટ સત્ર દરમિયાન જણાવ્યું હતું. કેન્દ્રીય શ્રમ મંત્રી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે, વર્ષ ૨૦૧૯માં ૩૨,૫૬૩ રોજમદારો, વર્ષ ૨૦૨૦માં ૩૭,૬૬૬ કામદારો અને ૨૦૨૧માં ૪૨,૦૦૪ શ્રમીકોએ આત્મહત્યા કરી હતી.
લોકસભામાં કોંગ્રેસ સાંસદ એસયુ થિરુનાવુક્કારાસરીના એક સવાલના જવાબમાં શ્રમ મંત્રી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન વર્ષ ૨૦૨૦થી ૨૦૨૧ સુધી કોરોના મહામારીના કારણે દેશભરમાં અનેક રાજ્યોમાં લોકડાઉન લાગુ હતું, જેથી દેશમાં બેરોજગારીની અસર વધુ હતી. તેનાથી સૌથી વધુ રોજમદાર મજૂરો પર વિપરિત અસર થઈ હતી.