સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રકાશિત એક નવા રિપોર્ટ પ્રમાણે દુનિયામાં 1 અબજથી વધુ લોકો, અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે. તે પૈકી અર્ધો અર્ધ તો, યુદ્ધગ્રસ્ત દેશોમાં છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક બહુઆયામી ગરીબી સૂચકાંક (મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ)માં જણાવ્યા પ્રમાણે યુદ્ધ દેશોમાં પોષણ, વીજળી, પાણી અને સ્વચ્છતા જેવા સંકેતો ઉપરથી અત્યાધિક ગરીબીનું સ્તર નિશ્ચિત કરાય છે.