ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમા 28 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 06 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 41 થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 06 કેસમાંઅમદાવાદમાં 02, ગાંધીનગર 01,ખેડા 01, કચ્છમાં 01, વડોદરામાં 01 કેસનોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી ચાર દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ થયું છે.