રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે આજે રેપો રેટમાં પચાસ બેઝિસ પોઈન્ટ (અડધા ટકા)નો વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી એમપીસીએ ચાર મહિનામાં સતત ત્રીજી વખત બેન્ચમાર્ક દર વધારીને ૫.૪૦ ટકા કર્યો છે. આજના વધારા સાથે રેપો રેટ હવે કોરોના પહેલાના સ્તર કરતા પણ વધી ગયો છે અને ઓગસ્ટ ૨૦૧૯ બાદ સૌથી ઊંચો છે. કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) ૪.૫૦ ટકા યથાવત રખાયો છે.કોરોનાના કાળમાં વ્યાજ દરમાં પૂરી પડાયેલી રાહત હવે સંપૂર્ણ પાછી ખેંચાઈ ગઈ છે. વ્યાજ દર વધતા હોમ, વાહન, શિક્ષણ સહિતની વિવિધ લોન્સ મોંઘી થશે અને લોનના હપ્તા (ઈએમઆઈ) પણ વધશે.