-
સામાન્ય રીતે દર્દી દવાખાનામાં આવે તો જ તેની સારવાર થાય. પણ દર્દીને કામચલાઉ સ્ટ્રેચરમાં 12 કિ.મી. ઉંચકીને દવાખાના સુધી કોઇ ડૉ. પહોંચાડે ખરા? હાં એવું બન્યું છે અને તેમનું નામ છો ડૉ. ઓમકાર હોતા. પછાત રાજ્ય ઓરિસ્સાના અત્યંત દુર્ગમ, અંતરિયાળ અને નકસ્લગ્રસ્ત વિસ્તારમાં ડૉ. ઓમકાર સ્થાનિક ગામડાના દર્દીઓ માટે મસીહા સમાન બન્યા છે. કાચા રસ્તા, વાહનની કોઇ સુવિધા નહીં, એમ્બ્યુલન્સની તો કલ્પના જ ના કરાય એવા એક ગામમાં પ્રસુતા મહિલાને જોવા માટે ડૉ. હોતા આવ્યાં અને હાલત જોઇને કહ્યું કે તાત્કાલિક દવાખાને લઇ જવા પડે. તરત જ ખાટલાની સ્ટ્રેચર બનાવી અને કોઇની રાહ જોયા વગર ડૉ. પોતે જ કામચલાઉ સ્ટ્રેચરને ખભે ઉંચકીને 2-4 નહીં પણ 12 કિ.મી. સુધી ચાલ્યા અને દવાખાને પહોંચીને થાક ઉતાર્યા વગર તરત જ મહિલાની પ્રસુતિ કરાવી અને મા અને બાળકનો જીવ બચાવ્યો. આજે જ્યારે કોઇ નવા ડૉ. ગામડામાં સેવા આપવા તૈયાર નથી ત્યારે ઓરિસ્સાના આ ડૉ. હોતા એક મિસાલ સમાન છે. દર્દી દવાખાને આવે તે કરતાં તેઓ પોતે ગામડામાં ઘેર ઘેર જઇને સારવાર આપે છે. સલામ છે આવા ડૉકટરને....